#કેવલ 🌿

સમાન નથી સંબંધ વિખરાઈ ગયા
ભેગું કરવા જરાક વાર લાગશે

ઘાવ શરીર પર નથી લાગણી પર લાગ્યા
રૂજ આવતા જરાક વાર લાગશે

માન્યું સમજવા મોડું થયું મને
સપના ની કિંમત મોડી સમજ પડી

જ્યારે નક્કી છે રસ્તા પર અલગ ચાલવા નું
મંજિલ સુધી પોહચવા માં જરાક વાર લાગશે..🌿

મુલાકાત

રાજ એક શાંત સરળ સ્વભાવ નો હતો કામ સાથે સોશિયલ મીડિયા માં વધારે active રહેતો , સાથે શાયરી કરવા નો શોખ રાખતો નાના નાના વિચાર શાયરી દ્રારા લખી નાખતો,

ટ્વિટર માં વધારે એક્ટિવ રહેતો, એક દિવસ એક અચાનક મેસેજ આવ્યો “hi” રાજે મેસેજ જોયો અને બીજા દિવસે સામે “Hi”કર્યું સામે થી કલાક પછી રિપ્લે આવ્યો hi નો

રાજ ના મગજ માં અનેક વિચાર ચાલવા મંડ્યા કે કોણ હશે શુ કામ હશે અને બીજા અનેક

સામે એક લેડી હતી ઓળખાણ માં બોલ્યા કે હું ઉબેર દ્રાઈવર છું એટલે રાજ એવું અનુમાન લગાવ્યું કે કોઈ વિદેશ માં રહેતા હશે ,

રાજ : હેલ્લો

લેડી : hi

રાજ : શુ નામ આપનું

લેડી : રત્ના

રાજ : શુ કામ કરો મેડમ

રત્ના : બસ સવાર થી સાંજ ગાડી ચલાવું છું જોબ સવાર થી સાંજ સુધી બસ

રાજ : ok સરસ તમે વિદેશ માં રહેતા લાગો છો ?

રત્ના : ના ભારત માં જ રહું છું

રાજ વિચાર માં પડી ગયો કે ભારત માં ઉબેર દ્રાઈવર ?

પછી કોઈ વાત ન કરી રાજ કામ માં લાગી ગયો